Saturday 4 February 2012

સી.આર.સી.તાલીમ તા.૪.ર.ર૦૧ર મૂળધરાઇ તા.વલભીપુર જિ.ભાવનગર

આ પહેલા વલભીપુર બી.આર.સી.ભવન,વલભીપુર ખાતે તુલા-સંજય તથા પારસભાઇની ઉપસ્થિતીમાં ચિંતનશિબિરનું આયોજન થયેલ.તેમાં વલભીપુર તાલુકાના પ્રા.શિક્ષકોએ જીવનઉપયોગી તાલીમ મેળવેલ જેમાં વાસમાંથી સાવરણા બનાવવા તથા કાગળમાંથી અલગ અલગ પ્રકારની ટોપીઓ બનાવવી તથા રમતો શીખેલ.જે તાલીમનો સદઉપયોગ મૂળધરાઇ સી.આર.સી.કો.મહાવીરસિંહ ઘેલડાએ પોતાની સી.આર.સી.બેઠકમાં મૂળધરાઇ કે.વ.શાળાના શિક્ષકોની મદદથી કરેલ અને પેટાશાળાના શિક્ષકો સુધી આ તાલીમનો વ્યાપ વધાર્યો હતો.તાલીમમાં ઉભા સાવરણા બનાવવા તથા કાગળમાંથી ટોપીઓ બનાવેલ.આ બેઠકમાં વલભીપુર કે.નિ.શ્રી મમતાબેન ચૌહાણે ઉપસ્થિત રહીને શિક્ષકોનો ઉત્સાહ વધારેલ અને જરૂરી માર્ગદર્શન આપેલ.











No comments:

Post a Comment